મોરબી : મોરબીમાં મધરાત્રે નટરાજ ફાટક પાસે ટ્રાવેલ્સના ધધાર્થીની હત્યાનો બનાવ બન્યો હતો .આ નટરાજ ફાટક પાસે પોલીસ ચોકી આવેલી છે.પોલીસ ચોકીની બરોબર સામે રોડ ઉપર જ સરાજાહેર હત્યા કરવામાં આવી હોવાનું સીસીટીવી કેમેરા બ્યાન કરી રહ્યા છે. સીસીટીવી કેમેરામાં બે ગાડીમાં આવેલ છ આરોપીઓ ટ્રાવેલ્સના ધંધાર્થીની કાર પર ઘાતક હુમલો કરીને નાસી જતા જોવા મળે છે.બાદમાં આરોપીઓએ મૃતક ઉપર કાર ચડાવી દઈને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ સીસીટીવી ફૂટેજમાં નજરે પડે છે.જોકે આ સ્થળે પોલીસ ચોકી છે પણ માત્ર કહેવા પૂરતી છે. તેમાં સ્ટાફ જ નથી. જોકે આ જાહેર અને ધમધતતા વિસ્તારમાં આવેલી પોલીસ ચોકીમાં સ્ટાફ હોત તો આ બનાવ કદાચ નિવારી શકાયો હોત. પરંતુ રેઢીપઢ પોલીસ ચોકી પાસે જ જાણે કાયદાનું ખુલ્લેઆમ ચીરણહરણ કરીને હત્યા કરાતા પીલીસ પર પસ્તાળ પડી છે. મુતક હમણાં જ પેરોલ પર છૂટ્યા હતા પોલીસના જણાવ્યા પ્રમાણે ધ્રુવકુમારસિંહ ઉર્ફે ટીનુભા જાડેજાની ગતરાત્રે હત્યા કરવામાં આવી હતી.જોકે મૃતક ટ્રાવેલ્સના ધંધાર્થી સામે બે હત્યાના ગુના નોંધાયા હતા અને તેઓ જેલમાં હતા.ત્યારે થોડા સમય પહેલા જ તેઓ પેરોલ પર છૂટ્યા હતા અને ગતરાત્રે તેમની સગા ભત્રીજાઓ દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી હતી.જોકે આ બનાવમાં મૃતકના ડ્રાઇવર સાથે જ પૈસાની લેતીદેતીનો મામલો હતો કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે આરોપો પકડાયા બાદ જ બહાર આવશે. https://youtu.be/ik30f2NNLyU