એલ.એલ.બી. મા યુવિવર્સિટી પ્રથમ સહીત ટોપટેનમા કોલેજ ની છ વિદ્યાર્થીનીઓ મોરબી : તાજેતરમા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એલ.એલ.બી. સેમ-૬ નુ પરિણામ જાહેર થયુ જેમા મોરબી ની નામાંકીત પ્રભાબેન પટેલ લો કોલેજની છ વિદ્યાર્થીનીઓએ ટોપટેનમાં સ્થાન મેળવ્યું છે. આ વિદ્યાર્થીનીઓમાં યુનિવર્સિટી પ્રથમ વિડજા કવિતા બેન, યુનિવર્સિટી તૃતિય ભટાસણા એકતાબેન, યુનિવર્સિટી ચતુર્થ પટેલ દીશાબેન, યુનિવર્સિટી મા છઠ્ઠા ક્રમે જગોદણા હેતલબેન, સાતમા ક્રમે પટેલ અંકીતાબેન તેમજ નવમા ક્રમે રુપાલા દીવ્યાબેન એ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. વિદ્યાર્થીનીઓની સિધ્ધી બદલ સંસ્થા ના ટ્રસ્ટી શ્રી સુમંત ભાઈ પટેલ, નારૂભા જેઠવા, ભવ્યદીપ સિંહ જેઠવા, પ્રિન્સીપાલ ધર્મેન્દ્ર ભાઈ ગડેશિયા, લો ફેકલ્ટી ના હેડ જોગેલા મેડમ સહીતનાઓ એ શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા છે. નોંધનીય છે કે મોરબી ની નામાંકિત ઓમ.વી.વી.આઈ.એમ. કોલેજ તથા પ્રભાબેન પટેલ કોલેજ દ્વારા બી.કોમ., બી.બી.એ., બી.સી.એ., બી.એ., બી.એડ.,એલ.એલ.બી., પી.જી.ડી.સી.એ. સહીત ના અભ્યાક્રમો ચલાવવા મા આવે છે ત્યારે લો (એલ.એલ.બી.) કોલેજ ની વિદ્યાર્થીની ઓ એ પ્રાપ્ત કરેલ સિધ્ધી બદલ સંસ્થા નુ ગૌરવ વધાર્યુ છે.