તંત્રની બેદરકારીના કારણે વેપારીઓ વિફર્યા : મુખ્યમાર્ગ પર ચક્કાજામથી અફડાતફડી મોરબી : મોરબીના શનાળા રોડ પર આવેલા સુપર માર્કેટ પાસે છેલ્લા કેટલાક સમયથી ભૂગર્ભ ગટરની ગંદકી ઓવરફ્લો થઈ રહી હોવા છતાં તંત્ર માત્ર તાબોટા જ પાડતું હોવાને કારણે સુપર માર્કેટના વેપારીઓ વિફર્યા હતા અને તંત્રની બેદરકારીથી રોષે ભરાયેલા વેપારીઓએ ચક્કાજમ કરી દીધો હતો.મુખ્યમાર્ગ પર ચક્કાજમથી અફડાતફડી મચી ગઇ હતી. મોરબીના હાર્દ સમાં વેપારી સંકુલ સુપર માર્કેટમાં અંદાજે 500થી વધુ વેપારીઓ વિવિધ જાતની ચીજવસ્તુઓની દુકાન ધરાવીને વેપાર કરે છે.આ સુપર માર્કેટમાં મોટી સંખ્યા મહિલાઓ સહિત લોકો દરરોજ ખરીદી માટે આવે છે.ત્યારે આ સુપર માર્કેટ પાસે છેલ્લા કેટલાક સમયથી ગટરની ગંદકી ઓવરફ્લો થઈ રહી છે.આથી આ સુપર માર્કેટની દુકાનો પાસે ગટરના ગંદા પાણી ભરાયા છે.જેને કારણે ખરીદી અર્થે સુપર માર્કેટમાં આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને સુપર માર્કેટના વેપારીઓના વેપાર ધંધા પર માઠી અસર સર્જાઈ છે.આમ છતાં પણ તંત્ર જરાય ધ્યાન ન આપતા વેપારીઓ આજે રોષે ભરાય હતા અને સુપર માર્કેટના વેપારીઓએ આજે મુખ્યમાર્ગ પર ગટરના પ્રશ્ને ચક્કાજામ કરી દીધો હતો.આ ચક્કાજામથી મુખ્યમાર્ગ પર ટ્રાફિક ખોરવાયો હતો. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news