જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિતભાઈ કક્કડ સાથે 'મહેમાનો ઓ વ્હાલા' શોમાં આર.જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે મોરબી : મોરબી અપડેટ દ્વારા શરુ કરાયેલા મોરબી રેડિયોમાં આજે રાત્રે 9 વાગ્યે 'મહેમાનો ઓ વ્હાલા' શોમાં નિર્મિતભાઈ કક્કડ સાથે આર.જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે. મોરબી અપડેટ દ્વારા મોરબીનો એક અલાયદો રેડિયો શરુ કરવામાં આવ્યો છે, જેમાં વિવિધ ક્ષેત્રે નામના પ્રાપ્ત કરનાર તથા સમાજ માટે કશુંક કરનાર પ્રતિભાઓ વિશે લોકોને જાણકારી આપવા માટે દરરોજ અત્રે 9 થી 10 'મહેમાનો ઓ વ્હાલા' શો શરુ કરવામાં આવ્યો છે, જેમાં અલગ અલગ પ્રતિભાઓને બોલાવીને તેમની સાથે સીધો સંવાદ કરવામાં આવે છે. આ શોમાં આજે જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડ મહેમાન બનવાના છે. જલારામ સેવા મંડળ ઉપરાંત તેઓ જલારામ પ્રાર્થના મંદિરમાં પણ તેઓ સક્રિય કાર્યકર છે. જલારામ પ્રાર્થના મંડળ દ્વારા વીરપુરની જેમ મોરબીમાં પણ સદાવ્રત ચલાવવામાં આવે છે, જે શરૂઆતમાં માત્ર ગુરુવારે ચાલતુ, હાલમાં તે દરરોજ ચાલે છે.જલારામ પ્રાર્થના મંડળ દ્વારા એમ્બ્યુલન્સ, શબવાહિની, બ્લડ ડોનેશન કેમ્પ જેવી સેવાઓ ઉપરાંત ગુજરાતમાં વીરપુર, ભાવનગર અને ત્રીજું મોરબીમાં દરરોજ સદાવ્રત ચાલે છે, તો આજે રાત્રે તેમના કાર્ય વિશેની વાતો જાણવા માટે તેમની સાથે આર.જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે. આજે રાત્રે 9 વાગ્યે 'મહેમાનો ઓ વ્હાલા' શો સાંભળવાનું ચૂકશો નહીં. આ કાર્યક્રમ આવતીકાલે સવારે 11 થી 12 દરમિયાન રિપીટ પણ થવાનો છે. મોરબી એલગતી કોઈ પણ માહિતી માટે 9537676276 પર સંપર્ક કરવા જણાવાયું છે.