મોરબી : જયકીશનભાઈ જેરામભાઈ ધામેંચા (ઉં વ.૫૨) વિજય મેન્સવેર વાળા તે ગીરીશભાઈના ભાઈ તથા પારસ અને મંથનના પિતા તથા ચંદ્રકાંતભાઈ, અરવિંદભાઇ, મહેશભાઈ, જગદીશભાઈ અને દિલીપભાઈના પિતરાઈ ભાઈનું તારીખ ૨/૫/૧૯ના રોજ અવસાન થયું છે. સદગતની અંતિમયાત્રા આજ રોજ તારીખ ૨/૫/૧૯ને ગુરુવારે બપોરે ૦૩:૦૦ કલાકે એમના નિવસ્થાન પખાલી શેરી, ગુંદી ફળિયું, કુબેરનાથ રોડથી નીકળીને લીલાપર રોડ સ્થિત ઇલેક્ટ્રિક સ્મશાને જશે. સદગતનું ઉઠમણું તારીખ ૩/૫/૨૦૧૯ને શુક્રવારે સાંજે ૦૫:૦૦ થી ૦૫:૩૦ કલાકે દરજી જ્ઞાતિની વાડી, લખધીર વાસ, મોરબી ખાતે રાખેલ છે.