મોરબી : મોરબીના વિશિપરામાં બે વ્યક્તિએ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હોવાના બનાવો સામે આવ્યા છે. આ મામલે પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના વિશિપરા વિસ્તારમાં રહેતા રામજીભાઈ નાનજીભાઈ ચાવડા ઉ.વ. ૪૨ તેમજ હિરલ લીંબાભાઈ રાવાએ પોત પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બન્ને બનાવની નોંધ કરી પોલીસે આપઘાત પાછળનું કારણ શોધવા તપાસ આદરી હોવાનું જાણવા મળ્યું છે.