મોરબી : આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત આરોગ્ય સુવિધા મળી રહી છે ત્યારે મોરબી જિલ્લામાં હજુ ઘણા પરિવારો આ યોજનાના કાર્ડ કઢાવવાથી વંચિત રહી ગયા છે. ત્યારે બાકી રહી ગયેલા પરિવારો માટે કાર્ડ કાઢી આપવાની પ્રક્રિયા શરૂ કરવાની માંગ ઉઠી છે. અખિલ ભારતીય કોળી સમાજના મોરબી જિલ્લા પ્રમુખ સુરેશભાઈ શિરોહિયાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી આયુષ્યમાન ભારત યોજનાના કાર્ડ કાઢવા માટે રિસર્વે કરાવવાની માંગ કરી છે. કોળી સમાજના પ્રમુખે પોતાની રજુઆતમાં જણાવ્યું છે કે મોટી સંખ્યામાં ગરીબ, નિમ્ન મધ્યમવર્ગ તેમજ મધ્યમવર્ગના પરિવારો આ યોજનાના લાભથી વંચિત રહ્યા છે. આવા પરિવારો માટે મોરબી જિલ્લા પ્રોગ્રામ અધિકારીને સૂચના આપી આ પ્રક્રિયાનો વહેલી તકે ફરી પ્રારંભ કરવામાં આવે. આ માટે ફરી એક વાર રિસર્વે સહિતની કામગીરી કરવા માટેની અપીલ સાથે માંગ કરાઈ છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news