મોરબી : શોભેશ્વર રોડ સ્થિત વૃદ્ધાશ્રમના આશ્રિત વડીલોને શનાળારોડ ખાતે આવેલા ચિત્રા ધૂન મંડળ દ્વારા ગુજરાતના સ્થાપનાદિન 1 મેના રોજ વસ્ત્રદાન કરવામાં આવ્યું હતું. વૃદ્ધાશ્રમના ૨૬ વડીલોને લેંઘા- ઝભ્ભાની જોડી અપાઈ હતી. આ તકે મંડળના ચાર સભ્યો હાજર રહ્યા હતા. સંચાલક સુષ્માબેનની ઉપસ્થિતિમાં ચિત્રા ધૂન મંડળના પ્રમુખ ટી.સી.ફુલતરિયાએ આ પ્રેરણાદાયી કાર્યમાં સહયોગ આપ્યો હતો. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news