મોરબી : યોગગુરુ સાધ્વી દેવાદિતીજી આવતીકાલ તારીખ 2ના રોજ મોરબીના પ્રવાસે આવનાર છે, આવતીકાલે સાંજે 4:30 થી 6:30 સંસ્કાર ઇમેજિંગ સેન્ટર, સ્વામિનારાયણ મંદિરની પાછળ, GIDC શનાળા રોડ ખાતે કાર્યકર્તાઓની બેઠક યોજાશે. આ બેઠકમાં યોગ વિશે માહિતી, યોગ અભ્યાસ તથા યોગને દરેક ઘર સુધી કઈ રીતે પહોંચાડવું તે બાબતે માહિતી આપવામાં આવશે. આ બેઠકમાં યોગ શિક્ષકો, કે જેઓએ RPL પરીક્ષા આપેલ છે, તથા યોગ સાધકો અને કોઈ પણ ભાઈઓ-બહેનો ભાગ લઇ શકશે. બેઠક ઉપરાંત તારીખ 3ને શુક્રવારે સવારે 5:15 થી 7:15 દરમિયાન ૐ પાર્ટી પ્લોટ, રવાપર કેનાલ ચોકડી ખાતે યોગ કરાવવામાં આવશે. આ બેઠકમાંન ભાગ લેવા માટે સફેદ કપડાં પહેરવા તથા પીળો ખેસ સાથે રાખવા જણાવાયું છે. તારીખ 3ને શુક્રવારે સાધ્વીજી કચ્છ માટે રવાના થશે. આ બેઠક તથા યોગ પ્રશિક્ષણનો વધુમાં વધુ લોકો લાભ લે તે માટે પતંજલિ યોગ સમિતિ-મોરબી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news