૧૨ વર્ષથી મ્યુઝિક ફિલ્ડ સાથે સંકળાયેલા ડો. હર્ષવર્ધન ગઢવીના સોંગે મોરબીવાસીઓના દિલ જીતી લીધા : 'મોરબી અપડેટ' છે મીડિયા પાર્ટનર મોરબી : છેલ્લા ૧૨ વર્ષથી મ્યુઝિક ફિલ્ડ સાથે સંકળાયેલા ડો. હર્ષવર્ધન ગઢવીએ મોરબી ઉપર સૌ પ્રથમ મોર્ડન સોન્ગ તૈયાર કર્યું છે. આ સોન્ગ આજે ગુજરાતના સ્થાપના દિવસે તા. ૧ મેં ના રોજ સિલિઝ કરવામાં આવ્યું છે. મોરબી ઉપરના આ પ્રથમ મોર્ડન રેપ સોન્ગના મીડિયા પાર્ટનર તરીકે 'મોરબી અપડેટ' જોડાયેલ છે. મોરબીમાં રહેતા ડો. હર્ષવર્ધન ગઢવી છેલ્લા ૧૨ વર્ષથી સંગીત ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. તેઓએ અત્યાર સુધીમાં ૨૦થી વધુ ગીતો તૈયાર કર્યા છે. આ ગીતોનું મ્યુઝિક, કમ્પોઝિંગ, સીગિંગ બધું તેઓએ જ કર્યું છે. હાલ તેઓએ મોરબીનું એકદમ હટકે હિપ હોપ રેપ ગીત જીજે ૩૬ તૈયાર કર્યું છે. આ ગીત મોરબી ઉપર બનેલું સૌ પ્રથમ ગીત છે. આ ગીતમાં આહલાદક રીતે પમોરબીની ઐતિહાસિક અને પ્રગતિની ગાથાનું વર્ણન કરાયું છે. આ સોન્ગ આજે તા. ૧મેના રોજ ગુજરાતના સ્થાપના દિવસે રિલીઝ કરવામાં આવ્યું છે. આ સોન્ગના મીડિયા પાર્ટનર તરીકે 'મોરબી અપડેટ' રહ્યું છે. આ સોન્ગ 'મોરબી અપડેટ' તેમજ યુટ્યુબના માધ્યમ ઉપર રિલીઝ કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ડો. હર્ષવર્ધન ગઢવીએ પુલવામાં ખાતે શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે રોશની સોન્ગ તૈયાર કર્યું હતું. જેને લોકો તરફથી ખૂબ પ્રતિસાદ મળ્યો છે. ત્યારે જુઓ મોરબીની અસ્મિતા અને ગૌરવને ઉજાગર કરતુ આ મોર્ડન સોન્ગ 'જીજે ૩૬' https://youtu.be/DCNkDw_VTBE