બે મહિનાથી પગાર ન મળતા આ રોજમદાર કર્મીઓ હડતાલનું શસ્ત્ર ઉગામયું મોરબી : મોરબી નગરપાલિકામાં રોજમદાર ડ્રાઇવર અને ક્લીનરો આજથી હડતાલ પર ઉતરી ગયા છે.બે મહિનાથી પગાર ન મળ્યા આખરે આ રોજમદાર કર્મીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામયું છે. જોકે પાલિકા પ્રમુખે એક બે દિવસમાં પગાર આપવાની ખાતરી આપી હતી.પરંતુ આ રોજમદાર કર્મચારીઓને વિશ્વાસ ન હોવાથી હડતાલ શરૂ કરી દીધી છે. મોરબી નગરપાલિકામાં રોજમદાર તરીકે કામ કરતા ડ્રાઇવરો અને ક્લીનરો વેતનના મુદે હડતાલ શરૂ કરી છે.આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર મોરબી નગરપાલિકા તંત્રએ આ રોજમદાર કર્મચારીઓના બે માસના પગાર ન ચૂકવતા રોજમદાર કર્મચારીઓ અકળાઈ ઉઠ્યા હતા.આ મામલે અનેક વખત રજુઆત કરી હતી પરંતુ પગાર બાબતે નક્કર કાર્યવાહી ન કરાતા આખરે આ રોજમદાર કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે.વધુમાં જાણવા મળતી વિગતો અનુસાર રોજમદાર કર્મવહારીઓ હડતાલનું એલાન આપતા પાલિકા પ્રમુખે એક બે દિવસમાં પગાર ચૂકવી દેવાની ખાતરી આપી હતી.પરંતુ રોજમદાર કર્મચારીઓને તેમાં વિશ્વાસ ન હોવાથી હડતાલ શરૂ કરી દીધી છે અને આજે પાલિકા કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરશે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news