વાંકાનેર : વાંકાનેરના માટેલ ગામે જુગાર રમતા પાંચ શખ્સોને તાલુકા પોલીસે રૂ. ૧૬૭૦ની રોકડ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. વાંકાનેરના માટેલ ગામે નદીના કાંઠે જુગાર રમતા વિનોદ છગન વીંજવાડિયા, દેવરાજ ગોરધન વીંજવાડીયા, રમેશ ગોકળ વીંજવાડીયા, લાલજી લાખા વીરસોડિયા અને રાણા વાલજી કાંજીયાને તાલુકા પોલીસે રૂ. ૧૬૭૦ની રોકડ સાથે પકડી પાડી તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news