વાંકાનેર : વાંકાનેરના રાતીદેવડી ગામે પૈસા માંગવા બાબતે થયેલી માથાકૂટમા અગાઉ બે શખ્સો સામે ફરિયાદ નોંધાઇ હતી. ત્યારે ગઈકાલે સામાપક્ષે ૬ શખ્સો સામે વળતી ફરિયાદ નોંધવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના રાતી દેવડી ગામે રહેતા વસંતભાઈ ખેંગારભાઈ વોરાએ સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પૈસા માંગવા મામલે પરસોતમ સામા વોરા, વિજય પરષોત્તમ વોરા, હરેશ પરસોત્તમ વોરા, ગોરધન સામા વોરા, રમેશ ગોરધન વોરા અને પ્રેમજી દેવજીએ તેમના પરિવાર ઉપર લાકડી વડે હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ફરિયાદના આધારે પોલીસે હુમલો કરનાર છ શખ્સો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news