મોરબી : પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, બગથળાના મેડિકલ ઓફિસર ડો. હિરેન વાંસદડીયાને ભારત સરકાર તરફથી બેસ્ટ મેડિકલ ઓફિસરનું સન્માન મળતા મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. સાથો સાથ ડૉ. વાંસદડીયા પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. ભારત સરકાર દ્વારા સરકારી ડોકટરોની કામગીરીની ગુણવત્તા ચકાસવા માં આવે છે. જે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા ૩૦ સર્વશ્રેષ્ઠ મેડિકલ ઓફિસરોની પસંદગી કરવામાં આવેલ. ત્યાર બાદ ગાંધીનગર સ્થિત IIPH (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ) ખાતે CCHQ (સર્ટિફિકેટ કોર્સ ઓફ હેલ્થ કેર કવાલીટી)ની તાલીમ આપવામાં આવેલ. જેમાં મોરબી જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બગથળા સ્થિત ફરજ બજાવતા ડો. હિરેન પ્રાગજીભાઈ વાંસડીયાની પસંદગી થયેલ છે. આ સંદર્ભે તારીખ ૩૦/૪/૧૯ના રોજ મોરબી જિલ્લા કલેકટર માંકડીયા અને મોરબી જિલ્લા વિકાસ અધિકારી ખટાણાં દ્વારા તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ. કતીરાની ઉપસ્થિતિ માં ડો. હિરેન વાંસદડીયાનું બેસ્ટ મેડિકલ ઓફિસર તરીકે સન્માન કરવામાં આવ્યું હતું. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news