વાંકાનેર : વાંકાનેરના રાતી દેવડી ગામે દારૂના પૈસા ન આપતા પિતા અને પુત્ર ઉપર બે શખ્સોએ લાકડી વડે માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના રાતી દેવડી ગામે રહેતા પરષોત્તમભાઈ સામાભાઈ વોરાએ સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેમના પુત્ર વિજય પાસેથી કાળું વસંત વોરા અને નરેશ વસંત વોરા નામના બે શખ્સોએ દારૂ પીવા માટે પૈસા માંગ્યા હતા. પરંતુ તેના પુત્રએ પૈસા ન આપતા બન્ને શખ્સોએ બાદમાં દારૂ પીને આવીને તેમના ઉપર તેમજ તેના પુત્ર ઉપર લાકડી વડે હુમલો કરીને ઇજાઓ પહોંચાડી હતી. બનાવ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે વાંકાનેર સીટી પોલીસે હુમલો કરનાર બન્ને શખ્સો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી આદરી છે.\ આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news