બન્ને ફરિયાદોના આધારે એ ડિવિઝન પોલીસે કુલ છ સામે ગુનો નોંધ્યો મોરબી : મોરબીના ગુજરાત હાઉસિંગ બોર્ડમા નજીવી બાબતે બે પરિવારો બાખડી પડ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે સામસામી ફરિયાદ નોંધાતા એ ડિવિઝન પોલીસે કૂલ ૬ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રામજી મંદિરની પાછળ રહેતા બે પરિવારો વચ્ચે ક્રિકેટના બોલ બાબતે માથાકૂટ થઈ હતી. જેમાં હંસાબેન ભગવાનજીભાઇ કુકરવાડીયાએ ફરિયાદ નોંધાવી હતી કે મંજુબેન હર્ષદભાઈ ચૌહાણ, નયનભાઈ હર્ષદભાઈ ચૌહાણ અને રીટાબેન નયનભાઈ ચૌહાણે લોખંડનો પાઇપ તેમજ ઢીકા પાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે વળતી ફરિયાદમાં મંજુલાબેન હર્ષદભાઈ ચૌહાણે ફરિયાદ નોંધાવી હતી કે હંસાબેન ભગવાનજીભાઇ વ્યાસ, ભગવાનજીભાઇ રામજીભાઈ વ્યાસ અને હસમુખભાઈ ભગવાનજીભાઇ વ્યાસે મૂંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બન્ને ફરિયાદો નોંધીને એ ડિવિઝન પોલીસે બન્ને પક્ષના કુલ છ શખ્સો સામે ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news