જિલ્લાની 189 શાળામાં 2257 બાળકોને પ્રવેશ આપવાના ટાર્ગેટ સામે અઢી ગણી વધુ અરજીઓ આવી મોરબી : મોરબી જિલ્લામાં સરકારના રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ જરૂરિયાતમંદ બાળકોના વાલીઓએ 6,141 ઓનલાઈન અરજીઓ કરી છે.જેમાંથી 4800 જેટલી અરજીઓ રજૂ થઈ છે.ત્યારે તંત્ર દ્વારા અરજીઓની ખરાઈ માટે ચકાસણી હાથ ધરાઈ છે.તેથી તંત્ર દ્વારા એવો નિર્દેશ આપવામાં આવ્યો છે કે,જો અરજીમાં દર્શાવેલી માહિતી ખોટી ઠરશે તો જવાબદારો સામે નિયમ મુજબ કાર્યવાહી કરાશે. મોરબી જિલ્લામાં આર.ટી.ઇ.હેઠળ અરજી કરવાની મુદત તા.25 સુધી લંબાવવામાં આવી હતી.જેમાં 6141 જેટલી ઓનલાઇન અરજીઓ આવી છે અને ગઈકાલ સુધીમાં 4800 અરજીઓ રજૂ થઈ હતી.જેમાં સરકારે આર ટી.ઇ.હેઠળ ખાનગી શાળાઓમાં બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવાના લક્ષયાક કરતા પણ આ અરજીઓ અઢી ગણી વધુ છે. આર. ટી.ઇ.હેઠળ પ્રવેશ માટે ગ્રામ્ય વિસ્તારોમાં વાલીઓની આવક રૂ.1.20 લાખ અને શહેરી વિસ્તારોમાં રૂ.1.50 લાખની આવક દર્શાવાઇ છે.આમ છતાં પણ ઘણા વાલીઓ પોતાની વાર્ષિક આવક માત્ર રૂ.12 હજાર દર્શાવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.તંત્ર દ્વારા 40 ટકા અરજીઓની ચકાસનીની કામગીરી કરવામાં આવી રહી છે.આ અંગે આર.ટી.ઇ.નું કામ સાંભળતા અધિકારીએ જણાવ્યું હતું કે, સરકારના ધારા ધોરણ મુજબ આવકના માપદંડ અને ઘરની પરિસ્થિતિની ચકાસણી થશે.જો તેમાં અરજદાર ખોટો પુરવાર થશે તો તેની અરજી તો રદ થશે સાથોસાથ તેની સામે નિયમ મુજબ કાર્યવાહી પણ કારશે.જ્યારે મોરબીમાં 108 શાળમાં 1521 બાળકોના પ્રવેશ સામે 2945 અરજીઓ, વાંકાનેરમાં 32 શાળાઓમાં 423 બાળકોના પ્રવેશ સામે 1064 અરજીઓ, ટંકારામાં 21 શાળામાં 191 બાળકોના પ્રવેશ સામે 295 અરજીઓ અને હળવદમાં 27 શાળામાં 222 બાળકોની સામે 536 તથા માળિયામાં એક શાળામાં 10 બાળકોને પવેશ આપવાની સામે 29 અરજીઓ આવી છે.મોરબી જિલ્લામાં આર.ટી.ઇ.હેઠળ 189 શાળામાં 2257 બાળકોને પ્રવેશ આપશે.તેની સામે અઢી ગણી વધુ અરજીઓ આવી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news