જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગ દ્વારા હાથ ધરાયેલ ગણતરીમાં ભૂંડ ભુલાયા : પોલ્ટ્રીફાર્મને પગલે જિલ્લામાં મરઘાની સંખ્યા ૧૫.૪ લાખ ! મોરબી : મોરબી જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગ દ્વારા હાથ ધરાયેલ પશુધન ગણતરીમાં જિલ્લામાં ગાય - ભેંસ, ઊંટ, ગધેડા, ઘેટા- બકરા, ઘોડા,સસલા, કૂતરા સહિતની પ્રજાતીની ગણના કરવામાં આવતા મોરબીમાં બે હાથી અને ૭ યાક પણ મોજુદ હોવા ઉપરાંત વિદેશી મોટા કદના મરઘા એટલે કે તુર્કી પણ હોવાનું સામે આવ્યું છે જો કે, મોરબીમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભૂંડનો અનહદ ત્રાસ હોવા છતાં આ આંકડામા ભૂંડની સંખ્યા ઝીરો દર્શવવામાં આવી છે ઉપરાંત શેરીગલીએ કૂતરાઓની મોટી સંખ્યા હોવા છતાં શહેર માત્ર ૧૫૯ અને ગ્રામ્યમાં ૩૮૨ કૂતરા મળી કુલ ૫૪૧ કૂતરા જ મોરબી જિલ્લામાં હોવાનું દર્શાવાતા પશુધન ગણતરીના આંકડા શંકાના દાયરામા આવ્યા છે. વર્ષ ૨૦૧૯માં હાથ ધરવામાં આવેલી પશુધનની ગણતરી મુજબ મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગાય અને બળદની સંખ્યા ૧૨૬૨૬૦, ભેંસ ૧૬૩૮૬૨, યાક ૭, ઘેટાં, ૮૮૬૭૩, બકરા ૬૦૦૭૪, ઘોડા ૪૬૪, ગધેડા ૭, ઊંટ ૨૯૬, કૂતરા ૩૮૨, સસલા ૫૨, મરઘાં ૧૫૩૬૮૭૯ અને અન્ય પોલ્ટ્રી બર્ડની સંખ્યા ૩૦૧૦ નોંધાયેલ છે. મોરબી જિલ્લાના શહેરી વિસ્તારની પશુધનની ગણતરી જોઈએ તો શહેરી વિસ્તારમાં ગાય અને બળદની સંખ્યા ૧૦૨૬૬, ભેંસ ૭૭૩૦, ઘેટાં ૩૭૦૩, બકરા ૫૧૮૫, ઘોડા ૩૯, ઊંટ ૧, કૂતરા ૧૫૯, સસલા ૨૭, હાથી ૨ મરઘાં ૪૩૯૫ અને અન્ય પોલ્ટ્રી બર્ડમાં ટર્કી નામના ૨૫ પક્ષી નોંધાયેલ છે. મોરબી જિલ્લામાં ૨૦૧૯ની પશુધન ગણતરી મુજબ કુલ મળી પશુધન જોઈએ તો ગાય અને બળદની સંખ્યા ૧૩૬૫૨૬, ભેંસ ૧૭૧૫૯૨, યાક ૭, ઘેટાં, ૯૨૩૭૬, બકરા ૬૫૨૫૯, ઘોડા ૫૦૩, ગધેડા ૭, ઊંટ ૨૯૭, કૂતરા ૬૪૧, સસલા ૭૯, હાથી ૨, ટર્કી ૨૫ મરઘાં ૧૫૪૧૨૭૪ અને અન્ય પોલ્ટ્રી બર્ડની સંખ્યા ૩૦૧૦ હોવાનું આંકડા જણાવી રહયા છે. જો કે, આશ્ચર્યની વાત તો એ છે કે મોરબીના પછાત વિસ્તારમાં ડુક્કર ખૂબ જ મોટી સંખ્યામાં નોંધાયેલ છે આમ છતાં લાઈવસ્ટોક ગણતરીમાં પશુપાલન ખાતાની નજરમાં એક પણ ડુક્કર આવ્યું નથી, ઉપરાંત માળીયા, ટંકારા, હળવદ અને વાંકાનેરના શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય સીમ વિસ્તારમાં પણ સુવર - ડુક્કર ખૂબ મોટી માત્રામાં હોવાનું જગજાહેર છે છતાં પણ પશુપાલન વિભાગની ગણતરીમાં ભૂંડ - ડુક્કરને સ્થાન મળ્યું નથી. ઉલ્લેખનીય છે કે, હિન્દૂ સંસ્કૃતિમાં માતા તરીકે ઓળખાતી ગાયની તુલનાએ મોરબી જિલ્લામાં ભેંસની સંખ્યા ખૂબ જ વધુ હોવાનું અને પશુપાલકો દૂધ માટે વધુ ભેંસ રાખતા હોવાનું પણ પશુધન ગણતરીના આંકડા ઉપરથી ફલિત થઈ રહ્યું છે. જો કે પશુ ગણતરીમાં ગરબડ ગોટાળા હોવાની પણ શકયતા છે કારણ કે પશુપાલન વિભાગના સતાવાર આંકડા મુજબ શહેર - જિલ્લામાં કૂતરાની કુલ મળીને સંખ્યા ૫૪૧ દર્શાવવામાં આવી છે હકીકતમાં મોરબીમા શ્વાનપ્રેમીઓની સંખ્યા ખૂબ મોટી છે અને અલગ - અલગ નસલના હજારો કૂતરા શોખીનોએ પાળીને રાખ્યા છે અને શેરી - ગલીમાં રખડતા કૂતરા તો બહુ મોટી સંખ્યામાં છે ત્યારે સરકારી આંકડા મુજબ શહેર - જિલ્લામાં કુલ ૫૪૧ કૂતરા જ હોવાનો આંકડો ભૂલ ભરેલો હોવાનું સ્પષ્ટ બન્યું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news