રાજકોટના રામકૃષ્ણ આશ્રમ તથા સિદ્ધ ગાયત્રી શક્તિપીઠ ચેરીટેબલ ટ્રસ્ટનું આયોજન મોરબી : મોરબી જિલ્લાના ગાળા ગામે રાજકોટના રામકૃષ્ણ આશ્રમ તથા સિદ્ધ ગાયત્રી શક્તિપીઠ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક નેત્રયજ્ઞનું આયોજન તા. 5મેને રવિવારે સવારે 9 થી 12 દરમિયાન ગાળાની પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું છે. આ નેત્રયજ્ઞ કેમ્પ ગાયત્રી ઉપાસક સ્વરૂપાનંદજીની નિશ્રામાં આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં મોતિયાના દર્દીઓનું રામકૃષ્ણ મેડિકલ સેન્ટર, વિવેકાનંદ આઈ કેર વિભાગ(આંખની હોસ્પિટલ) માં વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવશે, જેમાં રાજકોટના નિષ્ણાંત સર્જનો ડો. ઋષિત શેઠ, ડો. કેરૂલ મારસોણીયા તેમજ ડો. તન્વી મડિયા સેવા આપશે, આ કેમ્પમાં આધુનિક 'ફેકો' મશીન દ્વારા ટાંકા વિના મોતિયાનું ઓપરેશન કરીને મણિ મુકવામાં આવશે. આ કેમ્પમાં નામ નોંધવા માટે હિતેષભાઇ કાચરોલા-9925001360નો તથા વધુ માહિતી માટે મનોજ આચાર્ય-9824417344નો સંપર્ક કરવા જણાવાયું છે અને વધુમાં વધુ સંખ્યામાં જરૂરિયાતમંદ લોકોએ આ કેમ્પનો લાભ લેવા માટે આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news