મોરબી : મોરબીના નીચી માંડલ ગામે રહેતા વૃધ્ધાએ કોઈ કારણોસર એસિડ પી લેતા તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર મોરબીના નીચી માંડલ ગામે રહેતા સવિતાબેન છગનભાઇ કુંડારિયા ઉ.વ.72 નામના વૃદ્ધાએ ગતતા.25ના રોજ કોઈ કારણોસર એસિડ પી લેતા તેમને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા.જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગેના રાજકોટથી કાગળિયા આવતા મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news