ટંકારા : ટંકારાના પોલીસ કોન્સ્ટેબલને બંધ મોબાઈલ મળી આવતા તેઓએ તેને ચાલુ કરીને મૂળ માલિકને સોંપી પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ટંકારા પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ હરસુખભાઈ પરમારને આઈફોન બંધ હાલતમાં મળ્યો હતો. તેઓએ આ મોબાઈલને ચાર્જ કરીને ટેક્નિકલ ટીમની મદદથી મૂળ માલિકનું નામ સરનામું મેળવ્યું હતું. બાદમાં મૂળ માલિક હાર્દિક પ્રદીપભાઈ ઠાકોર રહે. થાન વાળાને આ મોબાઈલ પરત કર્યો હતો. આમ ટંકારાના પોલીસ કોન્સ્ટેબલે પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડતા તેઓ પર શુભેચ્છા વર્ષા થઈ હતી.