વૃદ્ધ દંપતિ અને તેની પુત્રી ઉપર હુમલો કરનાર બે આરોપીઓને ત્રણ વર્ષ અને એક આરોપીને બે વર્ષની કેદ ટંકારા : ટંકારા તાલુકાના નેસડા સુરજી ગામે વૃદ્ધ દંપતિ અને તેની પુત્રી ઉપર હુમલો કરવાના કેસમાં ત્રણ આરોપીઓને કોર્ટે કસૂરવાર ઠેરવીને સજા ફરમાવી છે. જેમાં બે આરોપીઓને ત્રણ વર્ષ અને એક આરોપીને બે વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. ટંકારા તાલુકાના નેસડા સુરજી ગામે તા. ૨/૬/૨૦૧૩ના રોજ ટપુભાઈ દેવકરણભાઈ જીવાણી( ઉ.વ. ૬૦) તેમના પત્ની ધનગૌરીબેન અને પુત્રી ભારતીબેન ઉપર ડેમી ૧ ડેમની કેનાલની પાળો કેમ તોડી નાખી તેમ કહીને નાગજી ઉર્ફે ભગવાનજી ટપુ, કિશન ઉર્ફે કિશોર ટપુ, રમેશ ટપુ,નીરવ રમેશ, મિતેષ રમેશ, દિલીપ ગોવિંદ અને ધર્મેન્દ્ર ગોવિંદે લોખંડના પાઇપ તેમજ લાકડી વડે માર હુમલો કર્યો હોવાની ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. આ કેસ ટંકારા સિવિલ કોર્ટમાં ચાલી જતા કોર્ટ દ્વારા ત્રણ આરોપીને કસૂરવાર ઠેરવવામાં આવ્યા હતા. જેમાં આરોપી રમેશ ટપુ અને કિશોર ટપુને ત્રણ વર્ષની સજા તથા દંડ તેમજ નાગજી ઉર્ફે ભગવાનજી ટપુને બે વર્ષની સખ્ત કેદ તથા દંડની સજા ફટકારવામાં આવી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news