કેનાલ રોડ પર રામોજી ફાર્મ ખાતે યોજાયેલા આ અલભ્ય એક્સપોની મુલાકાત લેવાની આજે છેલ્લી તક : બાળકો માટે આકર્ષક ચિલ્ડ્રન પ્લે એરિયા : તમામ લોકો માટે વિનામૂલ્યે એન્ટ્રી : સોફાસેટથી લઈ ઇન્ટિરિયર આઇટમોનો ખજાનો એ પણ વ્યાજબી કિંમતે મોરબી : મોરબીના આંગણે યોજાયેલ સૌ પ્રથમ પ્રોપર્ટી અને હોમડેકોરા એક્સ્પોને ભારે પ્રતિસાદ મળી રહયો છે. રામોજી ફાર્મ ખાતે યોજાઈ રહેલા આ અલભ્ય એક્સપોમાં ગઈકાલે રવિવારે માનવ મહેરાણ ઉમટી પડ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો મનભરીને વિવિધ ગૃહ સજાવટની ચીજવસ્તુઓનું પ્રદર્શન નિહાળવાની સાથે ખરીદી પણ કરી રહયા છે. ત્યારે મોરબીના આંગણે સૌ પ્રથમ વખત યોજયેલા આ એક્સપોને નિહાળવા આકે છેલ્લી તક બાકી રહી ગયેલા લોકોને પરિવાર સાથે એક્સપોનો લાભ લેવા આયોજકો દ્વારા અપીલ કરાઈ છે. લોકોનો જબરો પ્રતિસાદ જોતા આયોજકો દ્વારા છેલ્લા દિવસે પણ તમામ લોકો માટે વિના મૂલ્યે એન્ટ્રી રાખવામાં આવી છે. આ એક્સપોનો સમય સાંજે 5 થી 11 વાગ્યા સુધીનો છે. મોરબીના રવાપર કેનાલ રોડ ઉપર રામોજી ફાર્મ ખાતે ફ્લેટ, મકાન, સોફાસેટ, ઇન્ટિરિયર સહિતની ચીજ વસ્તુઓ એક જ સ્થળે ઉપલબ્ધ હોય અસંખ્ય લોકો આ પ્રોપર્ટી અને હોમ ડેકોરા શો ની સાઇટ વિઝીટ કરી રહયા છે, મોરબીના આંગણે સૌ પ્રથમ વખત આયોજિત પ્રોપર્ટી શો અને હોમડેકોરનું ભવ્યાતી ભવ્ય આઇટમો ઉપલબ્ધ છે, રવાપર રોડ રામોજી ફાર્મ ખાતે આયોજિત આ પ્રોપર્ટી શોમાં એક જ સ્થળે ફ્લેટ, ડુપ્લેક્સ, બંગલો, હોમ ડેકોરા પ્રોડકટ અને હોમલોનની સુવિધા ઉપલબ્ધ છે. મોરબીના આંગણે સૌ પ્રથમ વખત આયોજિત પ્રોપર્ટી શો અને હોમડેકોર શોનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે ધારા ઇન્ફોટેક આયોજિત આ પ્રોપર્ટી શો અંગે આયોજક પ્રફુલભાઈ ચંદ્રેશાએ જણાવ્યું હતું કે, મોરબીમાં આયોજિત આ પ્રથમ પ્રોપર્ટી અને હોમ ડેકોર એક્સપોને મોરબીવાસીઓએ વધાવી લીધો છે. ગઈકાલે હજારોની સંખ્યામાં લોકોએ એક્સપોની મુલાકાત લીધી હતી. મોરબીના લોકો દ્વારા અમને અપાયેલા અમૂલ્ય પ્રતિસાદ બદલ અમે મોરબીવાસીઓનો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. આજે સોમવારે આ એક્સપોનો છેલ્લો દિવસ છે. આ પ્રોપર્ટી અને હોમડેકોર એક્સપોમાં વ્યાજબી ભાવમાં લોકોને ધરના ઘરનું સ્વપ્ન સાકાર કરવવાની સાથે અહીં સપનાના વાવેતર રૂપે વ્યાજબી કિંમતે ઘર વપરાશની તમામ ચીજોની સાથે ફર્નિચર પણ ઉપલબ્ધ છે. સંબંધ વિશ્વાસનો ટેગ લાઈન સાથે મોરબીના સૌ લોકોની અમૂલ્ય પ્રેરણા અને પ્રોત્સાહન કારણે અમો હર હંમેશ કંઇક નવું કરવા પ્રેરાયા છીએ, આ પ્રોપર્ટી શો ફકત પ્રદર્શન જ નહિં, નવા સંબંધો અને વ્યવસાયની એક અલગ ઓળખ આપવા માટે આયોજિત કર્યાનું જણાવી તેમને જણાવ્યું હતું કે, નવા વ્યવસાયીક સંબંધો જોડવા તથા આપના વ્યવસાયને એક નવી ઉંચાઇ પર લઇ જવા માટે અમે બિલ્ડર, ડેવલોપર્સ અને ગ્રાહકો વચ્ચે સેતુ બનવા પ્રયાસ કર્યો છે. જેમાં મોરબીવાસીઓનો અમૂલ્ય સાથ મળ્યો છે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, મોરબીમાં સૌ પ્રથમ વખત પ્રોપર્ટી-શો અને હોમ ડેકોરનું ભવ્ય આયોજન કરાયું છે જેમાં મોરબી શહેર અને સરાઉન્ડિંગ મોરબી એરિયામા આવેલા પ્રોજેકટ એક જ સ્થળે ગ્રાહકોને ઉપલબ્ધ બનાવાયા છે અહીં ગ્રાહકોને તુરત હોમલોન, ઘર સજાવટની ચીજવસ્તુઓ સહિતની અવનવી વેરાયટી એક જ સ્થળે જોવા ખરીદવાનો લાભ એક જ સ્થળે ઉપલબ્ધ હોય લોકો આ પ્રોપર્ટી શોને પસંદ કરી રહ્યા છે. રામોજી ફાર્મ, રવાપર સર્કલ પાસે, મોરબી ખાતે આયોજિત આ પ્રોપર્ટી શોમાં ૭૦ થી વધુ અગ્રણી બિલ્ડર્સ, ડેવલોપર્સ, કંપનીઓ અને બેન્કિંગ સર્વિસ ઉપલબ્ધ છે જેથી તમાંમ લોકોએ વહેલામાં વહેલી તકે આ શોનો લાભ લઇ ડિસ્કાઉન્ટનો લાભ લેવાની સાથે સાથે આ સફળ શોમાં ભાગીદાર બનવા અનુરોધ કરાયો છે. પ્રફુલભાઇ ચંદ્રેશાએ અંતમાં આ પ્રોપર્ટી શોમાં જોડાઇ વેપાર-વિકાસમાં ભાગીદાર બનવા અનુરોધ કરી નામાંકિત બિલ્ડર્સના પ્રોજેકટ, ફલેટસ, ફાર્મ હાઉસ, વિકેન્ડ હાઉસ,'ઇન્ડસ્ટ્રીયલ પ્લોટીંગ, હોમ ડેકોર પ્રોડકટસ અને હોમ ફાઇનાન્સ માટે મોરબીના નગરજનોને આજે એક્સપોના છેલ્લા દિવસે લાભ લેવા અંતમાં જણાવ્યું હતું વધુ વિગતો માટે મોબાઈલ નંબર 9978933966 9737172712 ઉપર સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news