મોરબી : મોરબી માળીયા હાઇવે પર ગઈકાલે ટ્રેઇલરે ડબલ સવાર બાઇકને હડફેટે લેતા બાઇકની પાછળ બેઠેલા યુવાનનું મોત નીપજ્યું હતું.આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર માળીયા મિયાણા નજીક ભીમસર ચોકડી પાસે રહેતા ખેતારામ સંતરામ નાઈ અને તેના સાળા સરવનકુમાર બાબુભાઇ નાઈ ઉ.વ.20 ગઈકાલે મોડી સાંજના સમયે જી.જે.36 જે 0461 નંબરના બાઇક પર મોરબી માળીયા હાઇવે પર પસાર થઈ રહ્યા હતા અને મોરબી માળીયા હાઇવે પર ભરતનગર ગામ નજીક એશિયન સીરામીક સામે પુરપાટ ઝડપે ધસી આવેલા પી.બી.04 9739 નંબરના ટ્રેઇલરે આ ડબલ સવાર બાઇકને ઠોકરે ચડાવતા બાઇક પાછળ બેઠેલા સરવનકુમાર નાઈને ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું.બાદમાં તેના બનેવીએ આ બાબતે ફરિયાદ નોંધાવતા તાલૂકા પોલીસે ટ્રેઇલર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.