બન્ને યુવાનોએ સામસામી ફરિયાદ નોંધાવી વાંકાનેર : વાંકાનેરના કોઠી ગામે આવેલા ખેતરમાં માલઢોર ચરાવવા બાબતે બે યુવાનો વચ્ચે મારામારી થઈ હતી.બાદમાં બન્ને યુવાનોએ એકબીજા પર હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની સામસામી ફરિયાદ નોંધાવી હતી. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસમાંથી મળતી વિગતો મુજબ વાંકાનેરના કોઠી ગામે રહેતા કમલેશભાઈ નવધણભાઈ ભરવાડ ઉ.વ.20 નામના યુવાને અશ્વિન ગણેશભાઈ ભાલીયા સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે ગતતા.26ના રોજ કોઠી ગામની સીમમાં ગાય ચરાવવા બાબતે આરોપીએ તેમને લોખડના પાઈપથી માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જ્યારે સામાપક્ષે અશ્વિન ગણેશભાઈ ભાલીયાએ વળતી ફરિયાદ નોંધાવી હતી કે તેમના ખેતરમાં ગાય ચરાવવા બાબતે અરોપી કમલેશ નવઘણ રાતડીયાએ તેને લાકડીથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.વાંકાનેર તાલુકા પોલીસે બન્ને યુવાનોની સામસામી ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news