મૃતકની પત્ની અને પિતરાઈ ભાઈ ભેદી સંજોગોમાં ગુમ થતા બન્ને વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાઇ મોરબીના ભડિયાદ ગામ પાસે કારખાનાની ઓરડીમાં આજે સવારે મજુર યુવાનની સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી.ત્યારે આ બનાવમાં પોલીસની પ્રાથમિક તપાસમાં શ્રમિક યુવાનની હત્યા કરી લાશને સળગાવી દીધાનો ઘટસ્ફોટ થયો હતો.આથી પોલીસે હાલ બનાવ બાદ નાસી છૂટેલા મૃતકની પત્ની અને પિતરાઈ ભાઈ સામે શંકાના આધારે હત્યાનો ગુનો દાખલ કરી બન્ને આરોપીની શોધખોળ હાથ ધરી છે. મોરબીના ભડિયાદ ગામ પાસે આવેલ આશુતોષ પ્રા. લઈ.કંપનીની ઓરડીમાં આજે સવારે જસવંત કાલુસિંગ નામના મજુર યુવાનની સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી.. આ બનાવની જાણ થતાં ડી.વાયા.એસ.પી.ચૌધરી અને તાલુકા પીએસઆઈ રાણા સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ઘટનાસ્થળનું બારીકાઈ પૂર્વક નિરીક્ષણ કરી જરૂરી તપાસ કરીને લાશને પીએમ અર્થે ખસેડીને સમગ્ર બનાવની ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી..વધુમાં જાણવા મળતી વિગતો મુજબ આ હત્યાના બનાવ બાદ મુતક યુવાનની પત્ની અને તેનો કૌટુંબિક ભાઈ ભેદી સંજોગોમાં ગુમ થઈ ગયા હતા..તેથી આ બને તરફ પ્રબળ શંકાઓ ઉદભવી હતી.જોકે આ બનાવ ગતરાત્રે 12 -30 વાગ્યાની આસપાસ બન્યો હોવાનું પ્રાથમિક તારણ છે. મુતક યુવાન આઠેક દિવસ પહેલા જ આ કારખાનામાં મજુરી કામ માટે તેની પત્ની અને કૌટુંબિક ભાઈ સાથે આવ્યો હતો. અને ત્રણેય સાથે રહેતા હતા મુતક યુવાનની પત્ની માગીબેન અનેપપ્પુ નામનો શખ્સ ભાગી જતા બન્ને શંકાના દાયરામાં આવી ગયા છે. આ ઘટનાની પોલીસની પ્રાથમિક તપાસમાં શ્રમિક યુવાનની ગતરાત્રે 12 :30 વાગ્યાની આસપાસ કોઈ કારણોસર હત્યા કરી તેની લાશ સળગાવી દીધી હોવાનું ખુલતા આ કારખાના મજુર કોન્ટ્રાકટર ફિરસદખાન સુલતાનખાં ખાનની ફરિયાદ નોંધી બનાવ બાદ ગુમ થયેલા મૃતક યુવાનની પત્ની માગીબેન ગણપતભાઈ તથા પિતરાઈ ભાઈ પપ્પુ નારણભાઇ બાગરી સામે હત્યાનો ગુનો નોંધી બન્નેને ઝડપી લેવા વિવિધ દિશામાં તપાસ હાથ ધરી હતી.આ બાબતે પોલીસે જણાવ્યું હતું કે હાલના તબબકે યુવાનની હત્યા થયાનું પ્રાથમિક તારણ છે અને બનાવ બાદ ગુમ થયા જતા બન્ને આરોપીઓ સામે શંકાના આધારે હત્યાનો ગુનો દાખલ કરાયો છે અને બન્ને આરોપીઓ પકડાયા બાદ જ હત્યાનું સાચું કરણ બહાર આવશે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news