મોરબી : મોરબીમાં ઘરફોડ ચોરીના ગુનામા છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને બી ડિવિઝન પોલીસની ટીમે પકડી પાડ્યો છે. સમગ્ર રાજ્યમાં ઘરફોડ ચોરીના અનેક ગુનાઓને અંજામ આપનાર આ રીઢા આરોપીની પોલીસે અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી એ ડિવિઝન અને તાલુકા પોલીસના ઘરફોડ ચોરીના ગુનામા છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા રાકેશ ઉર્ફે રાકલો જાનુભાઈ ખોખર ઉ.વ ૩૦ વાળાને બી ડિવિઝન પોલીસે પકડી પાડ્યો છે. ઉલ્લેખનિય છે કે મૂળ મધ્યપ્રદેશના જાંબવા જિલ્લાનો આ આરોપીએ સમગ્ર રાજ્યમાં અનેક ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપ્યો છે. આ આરોપીને એ ડીવીઝન પોલીસ તેમજ તાલુકા પોલીસને કબ્જે કરવા માટે બી ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news