છેલ્લા દોઢ વર્ષથી પતિ તથા બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપીને પરણીતા પર કુકર્મ આચરતો હતો. મોરબી : મોરબીના ખેવારીયા ગામે રહેતી પરણીતા પર ગામના ઉપસરપંચએ દુષ્કર્મ આચર્યાની ઘટના બહાર આવી છે.જેમાં છેલ્લા દોઢ વર્ષથી પતિ અને બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી પરણીતા પર ઉપસરપંચ કુકર્મ આચરતો હોવાની ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. મોરબીના ખેવારીયા ગામે બનેલી દુષ્કર્મની ઘટનાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો અનુસાર ખેવારીયા ગામે રહેતી પરણીતાએ ગામના ઉપસરપંચ જયદીપ ઠાકરશીભાઈ પટેલ સામે દુષ્કર્મ ગુજાર્યની મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદમાં જણાવ્યા મુજબ પરણીતા ગતતા.19 એપિલના રોજ પોતાના ઘરે એકલી હતી.ત્યારે તેણીની એકલતાનો લાભ લઈને ઉપસરપંચ જયદીપ પટેલ તેના ઘરમાં ઘુસી આવ્યો હતો અને પરણીતાની એકલતાનો લાભ લઈને બજબજરીથી આરોપીઓ તેણીની ઈચ્છા વિરુદ્ધ શારીરિક સબંધ બાંધ્યો હતો.પરણીતાએ ફરિયાદમાં વધુમાં ઉમેર્યું હતું કે આ ઉપસરપંચ તેણી પર દુષ્કર્મ ગુજરાતો હતો.જેમાં પતિ અને બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપીને છેલ્લા દોઢ વર્ષથી અરોપી તેણી પર દુષ્કર્મ ગુજરતો હતો.અંતે આ બાબતે કંટાળી જતા પરણીતાએ હિંમત કરીને પોતાના પતિને સઘળી હકીકત જણાવી હતી.આથી પતિએ હિંમત આપતા પરણીતાએ અંતે આજે પોતાના પર દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાવી હતી.તાલુકા પોલીસે આ બનાવમાં 376ની સાથે એટ્રોસિટીની કલમ લગાવીને આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news