વિશાળ મંદિર પરિસરમાં બનાવાયેલ યજ્ઞ કુંડમાં માતાજીના આઠ પ્રકારના યજ્ઞો કરવાની સુવિધા મોરબી : શહેરના વાવડી રોડ, બાપા સીતારામ મઢુલી વાળી શેરીમાં, ગાયત્રી નગર સ્થિત સોમેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં શ્રી સંકલ્પ સિદ્ધ અંબાજી માતાજીના મંદિરનું ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું છે. મંદિરના વિશાળ પરિસર સ્થિત યજ્ઞ કુંડમાં માતાજીના યજ્ઞો કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં માતાજીના તમામ પ્રકારના શાસ્ત્રોક્ત હવન જેવા કે દુર્ગા સપ્તસતી પાઠ, અંબાજી માતાનું શૉડશોપચાર પૂજન, રાજોપચાર પૂજન, શ્રી પાઠત્મક નવચંડી, શ્રી હોમાત્મક નવચંડી, શ્રી હોમાત્મક શતચંડી, શ્રી હોમાત્મક સહસ્ત્રચંડી તેમજ શ્રી આનંદના ગરબા પાઠ સહિતની શાસ્ત્રોક્ત યજ્ઞ વિધિ કરાવવાની સુવિધા ઉપલબ્ધ કરવાઈ છે. આ યજ્ઞ વિધિ માટે મંદિર તરફથી કોઈ શુલ્ક લેવામાં આવતું નથી પરંતુ યજ્ઞ યજમાન એમની મહેચ્છા મુજબની દાન દક્ષિણા આપી શકે છે. મંદિરમાં કોઈ પણ જાતના દોરા ધાગા કે ભુવા કાર્ય કરવાની સખત મનાઈ છે. માત્ર શાસ્ત્રોક્ત વિધિ વિધાન માટે જ વિશાળ મંદિર પરિસરનો ઉપીયોગ કરી શકાય છે. દરરોજ સવારે ૬:૦૦ કલાકે તેમજ સાંજે ૭:૩૦ કલાકે મંદિરમાં આરતીનો લહાવો લઈ શકાય છે. યજ્ઞને લગતી કોઈ પૂછપરછ તેમજ અન્ય માહિતી માટે મંદિરના પૂજારી હેમંતગીરી મો.નં.6353380476 અથવા મંદિર પ્રમુખ સંજયભાઈ વ્યાસ મો.નં. 9825062350 પર સંપર્ક સાધવાનું એક અખબારી યાદીમાં જણાવાયું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news