હળવદ : હળવદના ડૂંગરપુર ગામે રહેતી પરણીતાએ જોડિયા બાળકોને જન્મ આપ્યા બાદ તેણીનું મોત નીપજ્યું હતું.આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ડુંગરપુર ગામે રહેતી શોભનાબેન જીવણભાઈ કોળી ઉ.વ.40 નામની સગર્ભાએ ગતતા.22 એપ્રિલના રોજ ટીવીન્સ બાળકોને જન્મ આપ્યો હતો.ત્યારબાદ આ પરણીતાની હાલત નાજુક થતા તેણીને તાબડતોબ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી.જ્યાં તેણીનું મોત નીપજ્યું હતું.જોકે બન્ને નવજાત બાળકોએ જન્મ થયા બાદ તુરત જ અકાળે માતાની છત્રછાયા ગુમાવતા ભારે અરેરાટી પ્રસરી ગઈ હતી.હળવદ પોલીસે આ બનાવની નોંધ કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news