મોરબી : હાલમાં ચાલી રહેલી કુચ બિહાર U-19 ડિસ્ટ્રિક્ટ ટૂર્નામેન્ટમાં મોરબીની એક્સેલ એકેડેમીના 3 ક્રિકેટરો યાજ્ઞિક પટેલ, અજય જીવાણી અને કપ્તાન રુદ્ર ઝાલાએ શાનદાર દેખાવ કર્યો હતો. યાજ્ઞિક પટેલે ગોંડલ ડિસ્ટ્રિક્ટ સામે 130 રન, અજય જીવાણીએ દ્વારકા ડિસ્ટ્રિક્ટ સામે ફટકાર્યા હતા, જયારે કપ્તાન રુદ્ર ઝાલાએ 2 મેચમાં 9 વિકેટ ઝડપી હતી. આ ત્રિપુટીના પરફોર્મન્સથી અકેડેમીના બીજા જુનિયર ક્રિકેટરોનો ઉત્સાહ બમણો થઇ ગયો છે. તેઓના શાનદાર દેખાવ બદલ કોચ નિશાંત જાની અને વિશાલ ભીમાણીએ તેમને અભિનંદન આપ્યા હતા અને ભવિષ્યમાં IPL તથા આંતરરાષ્ટ્રીય ફલક પર રમે એવી શુભેચ્છાઓ પણ વ્યક્ત કરી હતી. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news