પાડોશમાં બાખડતા પતિ પત્નીને સમજાવવા જતા મારામારી થઈ પડી મોરબી : મોરબી લાયન્સનગરમાં પાડોશીઓ વચ્ચે સામાન્ય બાબતે ઝઘડો થતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. મોરબીના લાયન્સનગરમાં રહેતા પ્રકાશભાઈ દેવીપુજક (ઉ.વ.૨૦), કીર્તિબેન પ્રકાશભાઈ (ઉ.વ.૧૮), ધરમભાઈ ઈશ્વર કાંજીયા (ઉ.વ.૪૫) અને ધ્રુવ કાંજીયા (ઉ.વ.૧૨)ને મારામારીની ઘટનામાં ઈજા પહોંચી છે. જે બનાવ મામલે ધરમ ઈશ્વર કાંજીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેના પાડોશમાં રહેતો પ્રકાશ દેવીપુજક તેની પત્ની સાથે રસોઈ બાબતે ઝઘડો કરતો હતો અને ફરિયાદી વચ્ચે જઈ છોડાવવા જતા તેને ગાળો આપીને માર માર્યો હતો. જયારે સામાપક્ષે ફરિયાદી પ્રકાશે ધરમ કાંજીયા વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news