મોરબી : મોરબીની આયુષ હોસ્પિટલમાં ડોકટરે દર્દીની જૂના કેસની ફાઈલ માંગતા દર્દી સાથે આવેલ એમના સબંધીએ ડોક્ટરને માર માર્યો હોવાની ફરિયાદ મોરબી સીટી એ. ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે. મોરબીની આયુષ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર એજાજ અહેમદ નુરમામદ શેરસીયાએ મોરબી સીટી એ. ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે દર્દીને સારવાર અર્થે આરોપી મયુરસિંહ જાડેજા લઇને આવ્યા હતા. આ દરમિયાન ડોક્ટર એજાજે તેની પાસે કેસની જૂની ફાઈલ માંગતા આરોપીએ ઉશ્કેરાઈ જઈને ઢીકાપાટુંનો માર મારી તથા બીપી માપવાના મશીનથી માર મારી અને એક અજાણ્યા ઇસમે પણ ડોક્ટરને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news