રાષ્ટીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ વિનામૂલ્યે હૃદયની સર્જરી કરીને બાળાને નવજીવન આપ્યું મોરબી : મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતી 10 વર્ષની બાળા આટલી નાની વયે હૃદયરોગની બીમારીનો ભોગ બની હતી.ત્યારે સમગ્ર રાજ્યમાં ચાલતા રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ તબીબીની ટીમે વિનામૂલ્યે બાળકીના હૃદયની સફળતાપૂર્વક સર્જરી કરીને નવજીવન આપ્યું હતું. મોરબીમાં 10 વર્ષની ઉંમરે હ્ર્દયરોગથી પીડાતી બાળાને રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ નવી જિંદગી મળી છે.આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર સમર્ગ ગુજરાત રાજ્યમાં કાર્યરત સરકારના રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જન્મથી માંડીને આંગણવાડી કે ધો.12 સુધી અભ્યાસ કરતા હોય તેવા વિધાર્થીઓના આરોગ્યની તપાસ કરવામાં આવે છે અને રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમની તબીબી ટીમની તપાસમાં બાળકોને આરોગ્ય લક્ષી સામાન્ય કે ગંભીર બીમારી હોય તો તેની વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે.દરમ્યાન આ ટીમની તપાસમાં મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતી ધ્રુવી હેમરાજભાઈ ગઢવી નામની બાળા 10 વર્ષની ઉંમરે હ્ર્દયરોગની ગંભીર બીમારીથી પીડાતી હોવાનું નિદાન થયું હતું.આથી આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈને તુરત જ રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમના ડો.જીગીશાબેન ભાટિયા અને ડો.ધર્મેશ ધેરીયા તથા આરોગ્ય કાર્યક્રર ગુબનાઝબેન સહિતનાએ જરૂરી ડોક્યુમેન્ટ લઈને આ બાળાના હૃદયનું ઓપરેશન કર્યું હતું અને બાળાને નવી જિંદગી આપી હતી. હાલ આ બાળા એકદમ સ્વસ્થ છે.ત્યારે આ ટીમના ડો.જીગીષાબેને વાલીઓને અનુરોધ કર્યો છે તમારા સંતાનો જો નાની ઉંમરે કોઈ આરોગ્યલક્ષી તકલીફ ધરાવતા હોય તો તુરત જ આ ટીમનો સંપર્ક સાધવો જેથી ઝડપી બાળકોને તબીબી સારવાર આપી શકાય તેમ તેમણે જણાવ્યું હતું. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news