મોરબી : મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોની વસ્તી કૂદકેને ભૂસકે વધતી હોય સામે પક્ષે મોરબીમાં એક જ મામલતદાર કચેરી હોવાથી લોકોના કામો સમયસર થતાં ન હોવાને કારણે અલગ મોરબી સીટી માટે નવી મામલતદાર કચેરી શરૂ કરવાની જરૂરિયાત ઉભી છે.સામાજિક કાર્યકરે મોરબી સીટી મામલતદાર કચરી શરૂ કરવાની સંબધિત તંત્ર સમક્ષ માગ ઉઠાવી છે. મોરબીના સામાજિક કાર્યકર પી.પી.જોશીએ જણાવ્યું હતું કે મોરબી જિલ્લો બન્યો એને ઘણો સમય વીતી ગયો છતાં હજુ સુધી ઘણી નવી કચેરીઓ ચાલુ થઈ નથી.તેથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.જ્યારે મોરબી શહેરની વસ્તી આશરે ત્રણ લાખ જેવી થાય છે.ઉપરથી મોરબીના 100 જેટલા ગામડાઓ છે.જેનો તમામ કર્યભર એકમાત્ર મોરબી મામલતદાર કચેરી ઉપર નિર્ભર છે.મોરબીની મામલતદાર કચેરીમાં કાર્યભાર વધુ રહેતો હોવાથી રેશનકાર્ડ, ચૂંટનીકાર્ડ જેવા લકોના કામો સમયસર થતા નથી જેથી મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોને વારંવાર ધક્કા ખાવા પડે છે..જોકે હાલ ઝડપી યુગ છે એટલે લોકો માટે સમયનું બહુ મૂલ્ય હોય છે તેથી સમયની સાથે તાલ મિલાવીને સરકાર પણ આ દિશામાં ગંભીરતાથી વિચારે એ જરૂરી છે.બીજીબાજુ નિયમ મુજબ દરેક જિલ્લામાં સીટી તથા તાલુકા માટે અલગ અલગ મામલતદાર કચેરી હોય છે પરંતુ હજુ સુધી મોરબી જિલ્લામાં આ સરકારી નિયમનું પાલન કરવામાં આવ્યું નથી.જૉકે હમણાં જ સામાકાંઠે એસ.પી.ની.નવી કચેરી તૈયાર થઈ ગઈ છે.આ એસપીની ઓફિસ ત્યાં સ્થળાંતર થયા બાદ તેંજ ખાલી પડેલી જગ્યામાં નવી સીટી મામલતદાર ઓફિસ શરૂ થઈ શકે એમ છે.તેથી આ બાબતને સંબધિત તંત્ર ગંભીરતાથી લઈને યોગ્ય નિર્ણય લે તેવી તેમણે માંગ કરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news