ચૂંટણી સંદર્ભે કલેકટર આ રોડ ઉપરથી પસાર થતા સમગ્ર પોલ ખુલી : સ્પીડબ્રેકરને રાતોરાત તોડી પાડવામાં આવ્યા મોરબી : મોરબી જિલ્લા કલેકટર ચૂંટણી સંદર્ભે સો ઓરડી મેઈન રોડ પરથી પસાર થયા હતા. આ વેળાએ તેઓએ રોડ ઉપર ૩૫ સ્પીડબ્રેકર જોતા ચોકી ઉઠયા હતા. જો કે આ મામલે તેઓએ જવાબદાર અધિકારીને સૂચના આપતા આ સ્પીડબ્રેકરને રાતોરાત તોડી પાડવામાં આવ્યા હતા. મોરબીના સામાકાંઠે આવેલ સો ઓરડી વિસ્તારના મુખ્ય માર્ગને થોડા વર્ષો પહેલા સીસીરોડ બનાવવામાં આવ્યો હતો.જોકે આ નવા રોડ પર અકસ્માત ન થાય તે માટે વાહનોની ગતિ પર અંકુશ રાખવા માટે સ્થાનિકો દ્વારા સ્પીડ બ્રેકર બનાવ્યા હતા.આ રીતે સાવ ટૂંકા માર્ગમાં 35 જેટલમાં મસમોટા સ્પીડ બ્રેકર બની ગયા હતા.રોડ પર એકદમ સાવ નજીક નજીકમાં બનેલા આ સિમેન્ટ કોકરીટના મજબૂત મસમોટા બમ્પને કારણે વાહનનો ગતિ નિયત્રણ એકબાજુ એ રહ્યું પણ વાહનચાલકો બમ્પ ઓળગતી વખતે રીતસર અકસ્માતનું જોખમ અનુભવતા હતા.દરમ્યાન ગઈકાલે રાત્રે કલેકટરે લોકસભાની ચૂંટણીના અનુસંધાને સોઓરડી વિસ્તારમાં ચક્કર મારી હતી.ત્યારે સો ઓરડી મેઈન રોડ પર સાવ ટૂંકા અંતરે 35 બમ્પ જોઈને ચોકી ઉઠ્યા હતા.તેમણે તાબડતોબ વાહન ચાલકો માટે આ જોખમી બમ્પ તોડાવી નાખ્યા હતા અને જરૂર પૂરતા એકાદ બે બમ્પ રહેવા દીધા હતા. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news