મોરબી : મોરબી જિલ્લામા આજે સવારથી શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાનનો પ્રારંભ થયો છે. જો કે સવારે ધીમી ગતિથી મતદારો મતદાન મથક ઉપર વોટિંગ કરી રહ્યા છે. મોરબી જિલ્લા સહિત રાજ્યભરમાં આજે લોકસભાની ચૂંટણીનું આજે મતદાન છે. આ મતદાન સવારે ૭ વાગ્યાથી શરૂ થયું છે. જેમાં મોરબી જિલ્લામાં શરૂઆતથી જ ધીમી ગતિએ મતદાન શરૂ થઈ ચૂક્યું છે. આ દરમિયાન સમગ્ર જિલ્લામાં એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણ જોવા મળી રહ્યું છે.