રાજકોટ અને કચ્છ લોકસભા બેઠકના તમામ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ : મતદાન પૂર્ણ થતાં ચૂંટણી સ્ટાફે રાહતનો શ્વાસ લીધો મોરબી : મોરબી જિલ્લામા મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. સાંજે ૬ વાગ્યા સુધીમાં કુલ ૬૫.૫૬ ટકા મતદાન નોંધાયું છે. હાલ તમામ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ થઈ ગયા છે. બીજી બાજુ શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી મતદાન પૂર્ણ થતાં ચૂંટણી સ્ટાફે રાહતનો શ્વાસ લીધો છે. મોરબી જિલ્લામા આજે સવારે ૭ વાગ્યાથી લોકસભાની ચૂંટણીનું મતદાન શરૂ થયું હતું. જેમાં સાંજે ૬ વાગ્યા સુધીમાં કુલ ૬૫.૫૬ ટકા મતદાન નોંધાયું છે. જિલ્લાની વિધાનસભા બેઠક વાઇઝ થયેલા કુલ મતદાનના આંકડા જોઈએ તો ૬૫- મોરબી બેઠકમાં ૬૩.૨૬ટકા, ૬૬- ટંકારા બેઠકમા ૬૭.૩૨ ટકા અને ૬૭- વાંકાનેર બેઠકમા ૬૬.૧૨ ટકા મતદાન નોંધાયું છે.જિલ્લામા સૌથી વધુ મતદાન ટંકારા બેઠક પર નોંધાયું છે. હાલ રાજકોટ અને કચ્છ લોકસભા બેઠકના તમામ ઉમેદવારોના ભાવિ ઇવીએમ મશીનમાં કેદ થઈ ગયા છે. આગામી ૨૩મેંના રોજ ચૂંટણી તંત્ર દ્વારા મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. વધુમાં આજે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થતાં છેલ્લા ૨ દિવસથી સતત ચૂંટણી ફરજમાં રોકાયેલા ચૂંટણી સ્ટાફે રાહતનો શ્વાસ લીધો છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news [caption id='attachment_53332' align='aligncenter' width='1200'] An Indian election officer applies an indelible ink mark on the finger of a woman during the first phase of elections in Dibrugarh, in the northeastern state of Assam, India, Monday, April 7, 2014. India started the world's largest election Monday, with voters in the remote northeast making their way past lush rice paddies and over rickety bamboo bridges to reach the polls. The country's 814 million electorate will vote in stages over the next five weeks. (AP Photo/Altaf Qadri)[/caption]