મોરબી: નારણકા ગામે લોકશાહીનાં મહાપર્વ સમાન લોકસભાની ચુંટણી માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. જ્યારે ઘણા યુવાઓ આળસ મરડી રહ્યા હોઈ છે ત્યારે વહેલી સવારમાં જ મતદાન શરૂ થતા મતદાન મથક પર 100 વર્ષના વૃદ્ધ પુરીબહેન ભાણજીભાઇ દાવાએ ઉત્સાહભેર મતદાન કરી આનંદ અનુભવ્યો હતો તેઓ એ અત્યાર સુધીમાં ગ્રામ પંચાયતથી માંડીને લોકસભા સુધીની દરેક ચુંટણીમાં મતદાન કર્યું હતું. જ્યારે યુવાન, યુવતીઓ, ગૃહિણીઓ પર મતદાન મથક પર લાંબી કતાર લગાવી મતદાન આપવા પહોંચી ગયા હતા. જ્યારે નારણકાથી બહાર વસ્તા મતદારો પણ મતદાન કરી લોકશાહીનું પર્વ ઉજવ્યું હતું. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news