માળીયા (મી.) : લોકસભાનું મતદાન પૂરું થયું છે ત્યારે અડગ મનના મતદારોના લોકશાહી ઉપરના અતૂટ વિશ્વાસના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ગમે તેવી કપરી પરિસ્થિતિ વચ્ચે પણ આવા મતદારો મતદાનને પોતાની પવિત્ર ફરજ માનીને નિભાવવાનું ચુકતા નથી. માળિયા (મી.)નો આવો જ એક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. મોટા દહીંસરા ગામે ૯૦ વર્ષના વૃદ્ધા સવિતાબેન કોઠારીએ હાલમાં જ પગનું ઓપરેશન કરાવેલ હોવાથી, માંડ માંડ ચાલી શકતા હોવા છતા મક્કમ મનોબળ થકી લોક્શાહીના મહામુલા પર્વની ઉજવણીમાં ભાગીદાર બનવા મતદાન મથક સુધી પહોંચ્યા હતા અને એમની ફરજ પુરી કરી હતી. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news