લગ્નોત્સવ પહેલા મત આપીને અન્ય લોકોને પણ મતદાન કરવા અપીલ કરી મોરબી : મોરબી જિલ્લાના ટંકારાના હરબટિયાળી ગામમાં પટેલ પરિવારના મીંઢોળબંધ ભાઈ-બહેને પોતાના લગ્નોત્સવ પહેલા લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી હતી અને જનતાને પણ મતદાન કરવાની અપીલ કરી હતી. હરબટિયાળી ગામના રહેવાસી ચકુભાઇ સંઘાણીના પુત્ર જનક અને પુત્રી નિશાના લગ્ન છે. તેમનો પરિવાર પીઠી તથા સામૈયાની તૈયારીઓ કરતો હતો, ત્યારે આ ભાઈ-બહેને લોકશાહીના આ પર્વને પોતાની ફરજ સમજીને મતદાન કર્યું હતું અને મતદાનનું મહત્વ સમજાવવા માટે પહેલા મતદાન કરીને પછી ઘોડે ચડ્યા હતા. આમ તેઓ પોતાની મતદાનની ફરજ અદા કરીને પછી લગ્નના મંડપ મુહૂર્તમાં પહોચ્યા હતા. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news