વાંકાનેરના વકીયામાં ઇવીએમ શરૂ ન થતા બદલીને મતદાન શરૃ કરાયું વાંકાનેર : વાંકાનેરના કલાવડી ગામે આવેલા મતદાન બુથ પર આજે સવારે મોકપાલ બાદ મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી પરંતુ ઇવીએમ મશીનમાં કોઈ ગરબડી થવાથી મશની ચાલુ જ ન થયું હતું.તેથી સવારથી મતદાન શરૂ થઈ શક્યું ન હતું.જોકે વાંકાનેરના વકીયામાં ઇવીએમ શરૂ ન થતા બદલીના મતદાન શરૃ કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લામાં શાંતિપૂર્વક વાતાવરણમાં આજે સવારના સાત વાગ્યાથી લોકસભાની ચૂંટણી માટે મતદાન શરૃ થઈ ગયું છે.પરંતુ વાંકાનેર જૂની કલાવડી ગામે ઇવીએમ મશીનમાં ગરબડી થવાથી સવારથી જ મતદાન ખોરવાયું છે.જૂની કલાવડી ગામના મતદાન બુથમાં આજે સવારે મતદાન પ્રક્રિયા પહેલા મોકપાલ કરવામાં આવ્યું હતું અને મોકપાલ વ્યસ્થિત રીતે પૂર્ણ થયા બાદ મતદાન શરૃ કરવામાં આવ્યું હતું.પરંતુ ઇવીએમ મશીન ચાલુ ન થતા મતદાન શરૃ થઈ શક્યું ન હતું. આ બાબતની કન્ટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી જૂની કલાવડી ગસમે હજુ સુધુ મતદાન શરૃ થયું નથી.જ્યારે વાંકાનેરના વકીયામાં પણ સવારથી ઇવીએમ મશીન શરૂ થયું ન હતું.પરંતુ તંત્રે આ મશીન બદલીને મતદાન શરૃ કરાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news