મોરબી : મોરબી જિલ્લામા આજે લોકસભાની ચૂંટણીના મતદાન વખતે ૨૪ વિવિપેટ અને ૧૪ ઇવીએમ મશીન ખોટવાયા હતા. જો કે ચૂંટણી સ્ટાફે એઆરઓના માર્ગદર્શન હેઠળ આ ક્ષતિગ્રસ્ત ઇવીએમ અને વિવિપેટ મશીનોને રિઝર્વ મશીનો સાથે બદલીને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. મોરબી જિલ્લામા મતદાન વખતે કુલ ૨૪ વિવિપેટ અને ૧૪ ઇવીએમ મશિન ખોટવાયા હતા. જેમાં મોરબી વિધાનસભા બેઠકમાં ૬ બુથ ઉપર ૨ બીયુ, ૨ સીયુ, ૬ વિવિપેટમા ફોલ્ટ ઉભો થયો હતો. જ્યારે વાંકાનેર વિધાનસભા બેઠકમા ૧૦ બુથ ઉપર મોકપોલ દરમિયાન તેમજ ૭ બુથ ઉપર મતદાન વખતે ૭ સીયુ, ૭ બીયુ અને ૯ વિવિપેટ બગડ્યા હતા. ટંકારા વિધાનસભા બેઠકના ૯ બુથમા ૫ બીયુ, ૫ સીયુ અને ૯ વિવિપેટ ખોટવાયા હતા. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news