મોરબી : મોરબી રેડિયોની આર.જે. તથા યુ ટ્યુબ ફેમ અમિષા રાચ્છે એક યુ ટ્યુબના માધ્યમમા આવતીકાલે ગુજરાતમાં યોજાનાર લોકસભાની ચૂંટણીમા મતદાન કરવા માટેની અપીલ કરતો વિડીયો મુક્યો છે. યુ ટ્યુબ ફેમ અમિષા રાચ્છ તાજેતરમાં શરુ થયેલા મોરબી રેડિયોમાં આર. જે. તરીકે દરરોજ બપોરે 1 થી 3 મહિલા સ્પેશિયલ શો હોસ્ટ કરે છે ઉપરાંત પોતાની યુ ટ્યુબ ચેનલ પર નિયમિત રીતે પોતાના ડાન્સ વિડીયો મૂકે છે. આવતીકાલે લોકતંત્રનું મહાપર્વ ગુજરાતમાં યોજાવા જઈ રહ્યું છે. ત્યારે આર.જે. અમીષાએ 'ચાલો મત આપવા જઈએ' નામનો વિડીયો પોતાની યુ ટ્યુબ ચેનલ પર અપલોડ કરીને મહિલાઓ અને યુવાનોને મતદાન કરવાની ખાસ અપીલ કરી છે.