મોરબી : મોરબીમાં તારીખ 13મેને સોમવારથી પરમાર પરિવાર દ્વારા ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન હરિકલા ધામ, વાઘપરા શેરી નંબર-7, મોરબી ખાતે કરવામાં આવ્યું છે, જેમાં રૂક્મણિવિવાહ પ્રસંગે પરમાર પરિવારની દીકરીના લગ્ન કરવામાં આવશે. આ ભાગવત સપ્તાહમાં તારીખ 13થી પોથીયાત્રા, નૃસિંહ પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય, રામ ભગવાન પ્રાગટ્ય, કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન પૂજા(અન્નકૂટ), રુક્મણીવિવાહ, સુદામા ચરિત્ર જેવા પાવન પ્રસંગો ઉજવવામાં આવશે. રુક્મણીવિવાહ પ્રસંગે હીનાબેન તથા સુરેશભાઈ મેઘજીભાઈ પરમારની પુત્રી સીમા મોરબીનિવાસી મંજુલાબેન તથા મનહરભાઈ જીવરાજભાઈ કંઝારિયાના પુત્ર નીરવ સાથે પ્રભુતામાં પગલાં માંડશે. આ કથાના મુખ્ય વક્તા શાસ્ત્રી નીખિલભાઈ જોષી (9824243712) છે, તથા દીપ પ્રાગટ્ય દામજી ભગત-નકલંક ધામ(બગથળા) દ્વારા કરાશે.તારીખ 14ના રોજ રાત્રે 10:00 કલાકે આનંદનો ગરબો, તારીખ 15ના રોજ રાત્રે 10:00 કલાકે રામામંડળ તથા તારીખ 19ના રોજ બપોરે 12:30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. મહાપ્રસાદ સતવારા જ્ઞાતિની વાડી, વાઘપરા શેરી નંબર-6, મોરબી ખાતે યોજાશે. આ પ્રસંગે મહામંડલેશ્વર કંકેશ્વરી માતાજી, ભાવેશ્વરી માતાજી, ડો. રામેશ્વર બાપુ હરિયાણી, ખોડીદાસ બાપુ, દયાનંદગિરી બાપુ, ભાનુપ્રસાદ મહારાજ, દામજીભગત, જયશ્રી મૈયાજી જેવા સાધુ સંતો તથા સમાજના ઘણા અગ્રણીઓ આવવાના છે. આ પ્રસંગનો લાભ લેવા માટે પરમાર પરિવાર દ્વારા અનુરોધ કરાયો છે.