મોરબી :મોરબીના બેલા (રં) ગામે આવેલ ખહલી મેલડી માતાજીના મંદિરના લાભાર્થે શક્તિનગર ગામના પ્રખ્યાત જયમાં મેલડી મંડળ દ્વારા પ્રાચીન આખ્યાન ભજવવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બેલા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે તા.21 એપ્રિલના રોજ રાત્રે 9-30 વાગ્યે અમરીયો દૈત્યનો વધ અને જીવણ જગમલની મેલડી તેમજ નુરિયા મસાણીનો વધ નામના પ્રાચીન આખ્યાન ભજવાશે.તેથી આ પ્રાચીન આખ્યાન નિહાળવા સર્વ ધર્મપ્રેમી જનતાને અનુરાધ કરવામાં આવ્યો છે.