બોઈલરનું તાપમાન વધી જતા સર્જાઈ દુર્ઘટના : ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવી મોરબી : મોરબીમા આવેલી એક રબર્સની ફેકટરીમાં બોઇલરનું તાપમાન વધી જતા આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો હતો. આ અંગે જાણ થતાં ફાયર બ્રિગેડના સ્ટાફે તુરંત ઘટના સ્થળે દોડી જઈને આગને બુઝાવી નાખી હતી. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ બોસ રિકલેમ રબર્સ નામના કારખાનામા બોઈલરનું તાપમાન વધી જતાં આગ લાગી હતી. આ અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડ ટીમના ડી.ડી. જાડેજા, વિનય ભટ્ટ, ઉતપલ બારોટ અને પિન્ટુ નગવાડિયાએ ઘટના સ્થળે દોડી જઈને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news