મોરબી : મોરબી એલસીબીએ ચોરાઉ બાઇક સાથે એક શખ્સને પકડી પાડ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. પ્રાથમિક પૂછપરછમા આ શખ્સે રાજકોટમાંથી બાઇકની ઉઠાંતરી કરી હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી એલસીબીએ પેટ્રોલિંગ વેળાએ દેવો ઉર્ફે જોગી રાજુભાઇ મુંજારિયા રહે. જ્વાળામુખી મેલડી માના મંદિરે, રવાપર તા. મોરબીવાળાને ચોરાઉ બાઇક સાથે પકડી પાડ્યો છે. આ શખ્સની પ્રાથમિક પૂછપરછ કરતા તેને રાજકોટમાં કેશવ વિદ્યાલય પાછળ, સુભાષનગર મેઈન રોડ, બગીચા પાસેથી બાઇકની ચોરી કરી હોવાનું ખુલ્યું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news