રહેણાંક મકાનમાં ચાલતા ક્રિકેટના સટ્ટાના મોટા અડ્ડા પર પોલીસનો દરોડો : કુલ ૧૦ શખ્સોની ધરપકડ કરી મોરબી : આદિપુરમાં પોલીસે રહેણાંક મકાનમાં ચાલતા સટ્ટાના મોટા અડ્ડા ઉપર દરોડો પાડીને મોરબીના સાત સહિત કુલ ૧૦ શખ્સોને પકડી પાડ્યા છે. આ સાથે પોલીસે રૂ. ૫૪ હજારની રોકડ સહિત કુલ રૂ.૨૭. ૭૫ લાખનો મુદ્દામાલ કબ્જે કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ આદિપુરમા મોરબીનો શખ્સ ક્રિકેટનો સટ્ટો રમાડતો હોવાની બાતમીના આધારે પોલીસે એક રહેણાંક મકાનમાં દરોડો પાડીને મોરબીના અબ્દુલ હમીદ ઉર્ફે સુમન આદમભાઈ ચાનીયા રહે. શેરી નં. ૬, વાગપરા, મહમદહનીફઉર્ફે બાબો ગુલામભાઇ ચાનીયા રહે.મુળ લીલાપર રોડ બીરીયાવાસ, ઇસ્માઇલ નુરમામદ ચાનીયા રહે. જોન્સનગર લાતી પ્લોટ નં. ૮, શેરી નંબર ૩, યુનુસ કાસમભાઈ સીંધી રહે.કાલીકા પ્લોટ રવાપર રોડ રામદેવપીર મંદિરની બાજુમાં, આસીફ તૈયબભાઇ અધામ રહે. કાલીકા પ્લોટ ભવાની સોડાવાળી શેરી, મૌસીમ મહમદભાઇ માજોઠી રહે. કાલીકા પ્લોટ શેરી નં. ૪ ભવાની સોડાવાળી શેરી તેમજ રાજકોટના ભાવેશભાઈ જગદીશભાઈ પંડયા રહે.જંકશન પ્લોટ શેરી નં. ૧૦ શાંતાકુંજ, સોકત અલારખા ચાનીયા રહે. લાતી પ્લોટ નં. ૧૩, રહીમ જુમાભાઇ ચાનીયા રહે. આજી વસાહત ખોડીયારનગર શેરી નં.૫ જી.આઇ.ડી.સી. તથા ભાવનગરના ફારૂક અબુભાઇ પોપટાણી રહે. ગારીયાધાર ધણકુવા પ્લોટચોક, હચના ટાવરની પાછળવાળાને પકડી પાડયા હતા. આ સાથે પોલીસે મોબાઈલ ફોન નંગ ૭૨ કિંમત રૂ. ૨.૪૯ લાખ , લેપટોપ નંગ ૫ કિંમત રૂ. ૧.૦૫ લાખ, એલઇડી ટીવી નંગ ૩ કિંમત રૂ. ૪૪ હજાર, રોકડ રૂ. ૫૪,૨૦૦ અને વાહન નંગ ૪ કિંમત રૂ. ૨૨.૨૦ લાખ મળી કુલ રૂ. ૨૭.૭૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આદિપુર પોલીસ મથકમાં દસેય આરોપીઓ સામે ગુનો દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news