હનુમાનજી મહારાજનો જીર્ણોદ્ધાર તથા શીતળામાની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ ઉજવાશે મોરબી : ધારવારા હનુમાનજી મંદિર, સીરામીક સિટીની બાજુમાં, ઉમિયાનગર, મોરબી-2 ખાતે તારીખ આવતીકાલે તારીખ 16ને મંગળવારે શીતળામાની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા મારુતિ હવનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, આ ઉપરાંત અન્ય કેટલાક પ્રસંગોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ બે દિવસીય ઉત્સવમાં આજે તારીખ 15ને સોમવારે સાંજે 4:30 કલાકે શીતળામાનું ફુલેકુ, રાત્રે 9:30 કલાકે સંતવાણી તથા આવતીકાલે તારીખ 16ને મંગળવારે સવારે 9:15 કલાકે શીતળામાનું સામૈયું તથા મારુતિ હવન, બપોરે 11:45 કલાકે શીતળામાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા અને હવનનું બીડું 12:30 કલાકે હોમાશે. તારીખ 16ને મંગળવારે સાંજે 4:00 કલાકે સાધુ સંતોના સામૈયા અને ધર્મસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને એ પછી સાંજે 5:30 કલાકે મહાપ્રસાદ પણ રાખવામાં આવ્યો છે. આ ઉત્સવનો લાભ લેવા માટે મંદિરના મહંત હસમુખદાસ છબીલદાસ નિમાવત તથા શાસ્ત્રી રાજનભાઈ ગુણવંતભાઈ પંડ્યા અને સમગ્ર ઉમિયાનગર તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news